મૌસમ નો એ છેલ્લો વરસાદ અને
ભીંજાતી રાત માં તારો સાથ ,
બહુ યાદ આવે છે મને.
મહેકતી એ માટી ની ભીનાશ અને,
સંગાથે તારા પ્રેમ નો સંવાદ ,
સાચે ..બહુ જ યાદ આવે છે મને.
બુંદ બુંદ ને સમાવતી એ ધરતી અને,
તન ને ભીંજવતી તારી આંખો ની મસ્તી,
પળ પળ એ બહુ યાદ આવે છે મને.
અંધારી રાત માં થતો વીજળી નો ચમકારો,
અને ડર થી ભરી જતો તારો એ માસૂમ ચહેરો,
દરેક રાત્રિ એ બહુ યાદ આવે છે મને.
મૌસમ નો એ છેલ્લો વરસાદ અને
પ્રેમ થી છલકાતી તારી મીઠી યાદ ,
તારા ગયા પછી બહુ જ યાદ આવે છે મને.
-Mehta Mansi