શ્રાધ્ધ
_____
જ્યારે પડ્યો હતો હું હોસ્પિટલ નાં ખાટલા માં,
છેલ્લી ઘડી રોકાઈ ગયો હતો હું તારી લાગણીમાં,
તરફડતો હતો તું કહેતો ' જીવ જાતો નથી '
ખોટા દિવસો બગડે છે નીજ આમદની ના,
જોયો હતો છેલ્લે સફેદ કપડાં પહેરી સ્મશાનમાં,
બે દિવસ રોકાયો હતો તું સમાજ ના દબાણમાં,
આજ છાપરૂં શોધતો રહયો હું તુજ આંગણામાં, આવ્યો છું હું કાગ ની છાવણીમાં,
ચોકીદારે કહયું: જમણવાર છે તમારો બિલ્ડિંગ તણા ટેરેસ માં,
સ્વચ્છતા નું જરા ધ્યાન રાખજો, મોદી તણા આ રાજ માં,
ખબર છે એટલી વહુ ને નહી ફાવે,બનાવતા ખીર, દૂધ ભાત માં,
મળી જશે રેડીમેડ ખીર,ખમણ,પાતળા તમારી બજાર માં,
નહીં તો ચાલી જશે બર્ગર - પિત્ઝા પણ શ્રાદ્ધમાં ,
હવે બ્રાભણો પણ ચાલ્યા ગયા છે વિદેશ નાં બજાર માં,
સીધું - સામગ્રી આપી દેજો તેમને હવે ઓન લાઇન માં,
' કવિરાજ ' કહે જમાનો બદલાયો છે, હવે રીત રિવાજ માં .,ઘણું થયું છે હવે આ શ્રાધ્ધ માં.
જયવંત બગડીયા / કવિરાજ