દિલની ધડકન
ધક ધક કરીને રમતી મુજ દિલની એ ધડકન
અહીં તહીં નિત નવા કરતબોમાં તલ્લીન દિલની ધડકન
ઘડી ઘડી વહી જાતી દુનિયાની હારમાળમાં દિલની ધડકન
પછી પાછી વિસામો લેવા ઝટ રોકાતી એ દિલની ધડકન
સર્જનહારનું અનેરુ સર્જન મારા દિલની ધડકન
ભરે પાણી ભલભલા તુજ સામે એવી મારી દિલની ધડકન
યાચું છુ ઈશ્વર પાસ રાખજે આવી જ મારા દિલની ધડકન
જ્યારે આવુ પાસ તારી ત્યારે બંધ કરજે મારા દિલની ધડકન
રચયિતા : વાયોલેટ આર ક્રિશ્ચિયન
ન્યુ મણિનગર, અમદાવાદ
તારીખ : 21.09.2021
સમય : 7.05 pm