Gujarati Quote in Motivational by Dr. Sagar Vekariya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

(say no to overexpectation...)

Planned trip માં વધુ મજા આવે કે unplanned trip માં?

મોટાભાગના લોકોનો જવાબ હશે કે unplanned trip માં વધુ મજા આવે.

આવું જ expectation નું છે,

આપણે વધુ પડતી expectations રાખીને કોઈ જગ્યાએ જઈએ અને એ પ્રમાણે ત્યાં ના થાય તો
આપણે વધારે પડતાં નિરાશ થઇ જઈએ છીએ.

એના કરતાં  આપણે કોઈપણ જાતની  expectations (ઇચ્છાઓ) રાખ્યા વગર જઈએ અને આપણને ગમતી વસ્તુ થાય (કાંઈક  સરપ્રાઇઝ મળે ) તો કેવી મજા આવી જાય......વિચારો ....

માટે કોઈપણ કામ  શરૂ કરતી વખતે કે કોઈ નવા વ્યક્તિ, સ્થાન ની મુલાકાત લેતા પહેલા વધું પડતી આશાઓ (expectations) રાખવી નહીં. ત્યાં જે થશે એ  સારું જ થશે એમ માનવું.

ગમતી વસ્તુ થશે તો મજા આવશે ને અણગમતું થશે તો એમાંથી કાંઈક નવું શીખવા મળશે.

એટલે જ જીવનમાં અમુક બાબતમાં થોડુક unplanned રહેવું પણ સારું છે,  કારણ હર હમેશ perfection માં માનતા લોકોને ક્યારેક એ પ્રમાણે ના થાય તો બીજા કરતાં વધુ પડતું દુખ થતું હોય છે.

માટે  આશાવાદી બનવું સારું પણ વધુ પડતું આશાવાદી બનવું સારુ નહીં.
(Expectations સારી, overexpectation નહીં).

                                             - સાગર 🌊
  
  

Gujarati Motivational by Dr. Sagar Vekariya : 111751936
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now