બહાનાં બંને વસ્તુ માટે હોય છે.પ્રેમ માટે અને કોઈથી છૂટા પડવાના માટે પણ! જ્યારે આપણે કોઈના ગળાડૂબ પ્રેમમાં હોઈએ છીએ ત્યારે એ વ્યક્તિ ને મળવા માટે કોઈને કોઈ બહાના શોધતા થઈ જઈએ છીએ.જો પ્રેમમાં સાથે જીવવા-મરણની વાતો કરી હોય તો પછી એવું અચાનક શું બની જતું હશે કે એના માટે નફરત થઈ જાય અને એનાથી દૂર થવાના બહાના શોધવા લાગીએ છીએ.એક વખત માટે એવું માની લઈએ કે સામેની વ્યક્તિથી કોઈ ભૂલ થઈ હોય અને એ જ ભૂલનું પુનરાવર્તન થતું હોય તો આપણને એના માટે નફરત થવા લાગે, તો શું ક્યારેય આપણાથી એવું નહિ થયું હોય? આપણે ૧૦૦% પરફેક્ટ છીએ?જો આનો જવાબ 'ના' હોય તો આપણને પ્રેમીને છોડવાનો જીવ કેમ ચાલતો હશે? આ જગતમાં કોઈ પરફેક્ટ નથી અને જો આપણને આપણી જ ગમતી વ્યક્તિથી દૂર થવાના વિચાર આવે તો સમજવું કે આપણને પ્રેમ હતો જ નહીં કારણ કે પ્રેમ ક્યારેય પણ એમનાથી દૂર થવાના વિચાર ન આવવા દે.બહાનાં શોધીને એનાથી દૂર થતી વખતે આપણને એક ક્ષણ માટે પણ એવો વિચાર નહિ આવતો હોય કે એનો વિરહ મારાથી જીરવાય એમ છે કે નહિ?