પ્રેમ ના પંથક માં પગ મૂકી ,
આ ક્યાં ખોવાયા આપણે ,
સાગર કેરી નાવ માં ફરતા ,
એક સંગ દેખાયા આપણે ,
સ્વપ્ન ની દુનિયા માં પ્રેમ થી ,
એકમેક માં સમાયા આપણે,
લાગણી ઓની માયા જાળમાં,
ડૂબતા દેખાયા આપણે ,
કોઈ પણ વાત ની પરવાહ વગર,
પ્રેમ માં પડતા દેખાયા આપણે ,
મન મસ્તક ની હરીફાઈ માં,
હારતા દેખાયા આપણે ,
પ્રેમ ની આ પરીક્ષા માં,
જીતતા વર્તાયા આપણે ,
પ્રેમ ના પંથક માં પગ મૂકી ,
આ ક્યાં ખોવાયા આપણે .
-Mehta Mansi