Gujarati Quote in Whatsapp-Status by Bhanuben Prajapati

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કવિતા- ગુજરાતના લાલ મોદીજી. ગુજરાતના વડનગરના લાલ નરેન્દ્રમોદીજી કહેવાય,
તેમના જન્મદિવસે આશીર્વાદ તમે જીવો હજારો સાલ,
એવા મારા ગુજરાતના મહેસાણાનો વટ રે..પાડ્યો.
પિતા દામોદરદાસને માતા હીરાબાઈના પુત્ર કહેવાયા,
એ તો બન્યા છે ,દેશના વડાપ્રધાન કોહિનૂર મોદીજી,
એવા મારા ગુજરાતના મહેસાણાનો વટ રે..પાડ્યો.
ખેડૂતો માટે સુજલામ સુફલામ ને કૃષિ મહોત્સવ લાવ્યા,
ગામડે ગામડે જ્યોતિગ્રામ યોજના લાવ્યા રે...મોદીજી,
એવા મારા ગુજરાતના મહેસાણાનો વટ રે..પાડ્યો.
શિક્ષણ સુધારણાને નવી વિદેશી ટેકનોલોજી લાવ્યા,
કન્યા કેળવણીને, સ્ત્રી સશક્તિકરણ લાવ્યા મોદીજી,
એવા મારા ગુજરાતના મહેસાણાનો વટ રે..પાડ્યો.
સ્વચ્છતા અભિયાનને સ્વરોજગારી યોજના લાવ્યા,
ડિજિટલ ઇન્ડિયાને સ્માર્ટ સીટી બનાવતા મોદીજી,
એવા મારા ગુજરાતના મહેસાણાનો વટ રે..પાડ્યો.
નોટબંધી કરીને કાળા નાણાને નિયંત્રણમાં લાવ્યા,
સરહદ ક્ષેત્રે સ્ટ્રાઈક કરી દેશને બચાવનાર મોદીજી,
એવા મારા ગુજરાતના મહેસાણાનો વટ રે..પાડ્યો.
ગરીબ કલ્યાણ મેળોને , અન્નક્ષેત્ર યોજના રે ..લાવ્યા,
બેટી બચાવો, બેટી પઢાવો અભિયાન લાવ્યા મોદીજી,
એવા મારા ગુજરાતના મહેસાણાનો વટ રે..પાડ્યો.
370 ની કલમ હટાવી કાશ્મીરને ભારતની સાથે લાવ્યા,
દેશદ્રોહીઓને દેશમાંથી એક હુંકારે હાંકનાર મોદીજી,
એવા મારા ગુજરાતના મહેસાણાનો વટ રે..પાડ્યો.
કોરોના કાળમાં દેશમાં સતત આરોગ્યલક્ષી કામ કરાવ્યા,
ભૂખ્યાને ભોજનને ,બિમારને સારવાર અપાવનાર મોદીજી,
એવા મારા ગુજરાતના મહેસાણાનો વટ રે..પાડ્યો.
********************************
જન્મદિન મુબારક મોદીજી સાહેબ.,🙏🏿🥀🙏🏿🌹🙏🏿

Gujarati Whatsapp-Status by Bhanuben Prajapati : 111750740
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now