ભૂલા પડી જવાની મજા કોઈની યાદમાં...
ઝબકી જાગી જવાની વ્યથા કોઈની વાતમાં...
જીવન તો ઘટમાળ છે ઘટનાઓની...
ક્યાંય અટકવાની મજા કોઈના સાથમાં...
ડાહ્યા થઈ ને તો દુનિયા જીવે જ છે...
પાગલ બની મસ્ત ફરવાની મજા કોઈના ખ્યાલમાં...
કિનારે બેસી ખાલી ક્ષિતિજને માણી શકાય...
ડૂબીને જ તરી જવાની મજા આ સંસારમાં...
અઘરું અઘરું મેળવવના પ્રયત્નો ભરપૂર હોય છે...
સહેલું હોય એ માણવાની મજા પ્રત્યેક ક્ષણમાં...
સંબંધો તો ડગલે ને પગલે બદલવાના...
ખુદ ને બદલવાની મજા કોઈ ના પ્રેમમાં...
ઈશ્વર ની કૃપા તો હરપળ વરસે સૌ કોઈ પર...
હમેંશા મગ્ન રહેવાની મજા એની સમર્પણમાં...
-Tru...