એ બસ ચાલ્યો જ જાય છે
કરું છું ક્યારેક રોકવાની કોશિશ પણ એને ટકવાની ટેવ નથીએ તો બસ ચાલ્યો જ જાય છે.
ક્યારેક સારી તો ક્યારેક માઠી અસર નો સાક્ષી થતો જાય છે.
એને ટકવાની ટેવ નથી એટલે બસ સરકતો જ જાય છે.
એ તો બસ ચાલ્યો જ જાય છે.
સમય છે ને સાહેબ, એના ગયા પછી ખાટી મીઠી યાદો ના સંભારણા આપતો જાય છે.
બાકી તો બસ રોકાયા વિના ચાલ્યો જ જાય છે.
@vicharo_ne_vacha