Gujarati Quote in Thank You by Ashok Upadhyay

Thank You quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઉત્સવ
ગણપતિ, નવરાત્રી, દશેરા, દિવાળી સૌ ઉત્સવ,
આપણે તો મિત્રો મળે "ઓન લાઈન" એટલે ઉત્સવ.
ક્યા બાત..મસ્ત..ને વાહ..વાહ..ની કદર,
શબ્દો..કલમ..કાગળ..થાય ભેગા ત્યારે ઉત્સવ.

ક્યાંક પ્રેમ ભર્યો હર્ષ ઉલ્હાસ ઉત્સવ,
તો ક્યાંક અશ્રુનો અવસાદ ઉત્સવ.
ચા..ચાહ..ને આ..હ..ની સંગાથે,
ક્યાંક મસ્ત એકાંત, ક્યાંક મિત્ર મુશાયરો ઉત્સવ.

લાગણી, હેત, મિલન, વિરહ સાથે,
ક્યાંક હાથમાં હાથ, ક્યાંક ભીની યાદ ઉત્સવ.
જોજનો દુ..ર બેઠા એકબીજાથી તોય.
ક્યાંક ટીપું ટીપું..તો ક્યાંક અનરાધાર ઉત્સવ.

મળવું ક્યાં જરૂરી રહ્યું છે હવે બસ,
વિડીયો કોલિંગ કોન્ફ્રેંન્સ જ ઉત્સવ.
પ્રથમ જોઈ ઝળઝળિયાં, પછી ધ્રુસ્કે ધ્રુસ્કે,
મનમાં ડૂમો સાચવવાની રમત ઉત્સવ.
ગણપતિ, નવરાત્રી, દશેરા, દિવાળી સૌ ઉત્સવ,
આપણે તો મિત્રો મળે "ઓન લાઈન" એટલે ઉત્સવ.

અશોક ઉપાધ્યાય.
13/ 09/ 2021

Gujarati Thank You by Ashok Upadhyay : 111749656
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now