શીર્ષક - તું ગમે છે
તું ગમે છે એજ ગમે છે તારામાં બધું ગમે છે
ઊગતા સૂરજને સવારે આપેલી બાથ ગમે છે
ક્ષણ જે વિસરાઈ ગઈ છે એની યાદ ગમે છે
આંખોમાં કાજલને આજતું આંસુ ગમે છે
શ્વાસે શ્વાસે આવતી તારા નામની યાદ ગમે છે
ચિઠ્ઠીમાં લખાયેલા શબ્દો વાગોળવા ગમે છે
બેરંગ દુનિયાને રંગીન બનાવતી તારી વાતો ગમે છે
"રાધા "ના જીવનના પ્રાણ એવા તારા પ્રેમના શબ્દો ગમે છે .
- ડો.માધવી ઠાકર ✍️