આજે હરિ ને હાટે વેચાતા જોયા,
ખુદ સર્જન હાર ને સર્જન કર્તા જોયા,
ઈન્દ્રધનુષી રંગોની ઉત્પન્ન કરનાર ને, સપ્તરંગમા સજતા જોયા.
આજે હરિ ને હાટે વેચાતા જોયા,
જેને ભાવે ભજતાં ભવસાગર તર્યા,
મેં આજે એના ભાવ કરતાં ખુદ ને જોયા,
ક્ષમા આ ક્ષત્રિય "નર" ને શિશ તમ ચરણે ધર્યા.
આજે હરિ ને હાટે વેચાતા જોયા,
જે તારણ હાર તેને સિંધુ પર સરતા અશ્રુ પણ રોયા,