Gujarati Quote in Blog by SUNIL ANJARIA

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હમણાં વાંચ્યું કે હાથીઓની જોડ ફેંગ સુઈ ની જેમ હિંદુઓ માટે શુકનવંતી ગણાય છે. એને માટે એક રસપ્રદ વાત.
વર્ષો પહેલાં ગુજરાત રાજસ્થાનની સરહદ અંબાજીથી 6 કિમિ આગળ છાપરી પાસે પડી. ગુજરાતમાં અંબાજી તરફ મોં કરી બે હાથીઓ રાજ્યના એન્ટ્રી ગેટ પાસે મુક્યા.
રાજસ્થાન માં વિરોધ થયો કેમ કે હાથીઓનું મોં ગુજરાત તરફ હતું. એવી માન્યતા કે હાથી જે તરફ આવતા હોય તે તરફ સંપત્તિ જાય. તો રાજસ્થાન પોતાની સંપત્તિ કેમ ગુમાવે? પહેલાં હાથી ઉઠાવી આબુ તરફ મોં કર્યું. પછી સમાધાન થયું. દરવાજાની બન્ને તરફ હાથીઓ મુકાયા. બેય રાજ્યો માટે શુભ.
આબુ જાઓ તો જોજો.
એમ પણ કહેવાય છે કે પહેલાં આબુ ઘણા ગુજરાતીઓ ત્યારે ત્યાં રહેતા એટલે મોરારજી દેસાઈને ગુજરાતમાં રાખવું હતું. પછી મહા ગુજરાત થયું એટલે આબુરોડ અને આબુ રાજસ્થાનમાં ગયાં. મઝાકમાં કહીએ તો સારું થયું. ગુજરાતીઓને પીવા એક જગ્યા મળી.
અંબાજી મુકો એટલે છાપરી ની બહાર હાથીઓની જોડ બન્ને તરફ જોજો.

Gujarati Blog by SUNIL ANJARIA : 111748717
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now