પ્રેમ કરવો કેટલો સરળ...
આંખો મળે ને પ્રેમ થાય,આદત ગમે ને પ્રેમ થાય...
ચહેરો જુવે ને પ્રેમ થાય,હૃદય છલકાઈ ને પ્રેમ થાય...
બસ પ્રેમ થઈ જ જાય...
સવાર ની ઝાકળ જેવો,મૌસમ ના વરસાદ જેવો...
થનગનતા ઝરણાં જેવો,રણ માં રહેલ વીરડા જેવો...
બસ, પછી પ્રેમ સમજાવી જાય ...
માણસના સ્વભાવ,લોકોના હાવભાવ...
ગમતાનો સરપાવ,ને કોઈ નો અભાવ...
બસ ,પછી જીવી લેવાય...
આનંદ ની ક્ષણો,વિરહ ની પળો...
એકમેકનો સંગાથ,કે કસોટીઓ ની ભરમાર...
બસ,પછી જીતી જવાય...
આનંદ જ આનંદ,પ્રેમ નો આનંદ...
શ્રેષ્ઠ નો આનંદ,જીવન નો આનંદ...
પ્રેમ કરવો કેટલો સરળ...........?