' આવ્યો તું '
ધરતીના ખોળે એક નવી સુગંધ લાવ્યો તું
આજે તો એવું લાગે છે જાણે લાંબા વેકેશન પછી આવ્યો તું
સુષ્ક પડેલા વનોમાં નવી ઊર્જા લાવ્યો તું
માટીમાં બુંદરૂપી મહેક ફેલાવી આવ્યો તું
બાળકોમાં મસ્તીની ઉમંગ લાવ્યો તું
ગાજ-વીજ સાથે ખેડુને હસાવવા આવ્યો તું
તારા આવવાના એંધાણ આવતા જ પર્ણો માં જોશ લાવ્યો તું
ઘડીઓ ગણતી આંખોમાં વરસતી ' અમી ' ને રોકવા આવ્યો તું