અંતરનાદ કાવ્ય સંગ્રહ માં પ્રકાશિત થયેલ મારું સૌ પ્રથમ કાવ્ય ...
શીર્ષક:- અમે તમારાં જ્યાર થી આદિ થયાં,
લેખક:- પ્રેમ સોલંકી ...
અમે તમારાં જ્યાર થી આદિ થયાં,
આખા શહેર માં અમે વિવાદી થયાં,
હસતી કૂદતી જીંદગી ને,
અમે રડી રડીને વિતાવતાં થયાં,
મિત્રો સાથે રહેવું હમેશાં ગમતું,
હવે એકાંત નાં અમે શોખીન થયાં,
ભરોસો તમારાં પર એવો કર્યો,
કે ભરોસા ને પણ અમે અણગમતાં થયાં,
તમે તો નાં મળી શક્યાં અમને,
તમારી ચાહ માં અમારા ઘણાંય વેરી થયાં,
યાદ તમને આખી રાત કરી કરીને,
અમે તો ઉંઘ થી પણ હવે દૂર થયાં,
પ્રેમ નો આ અનુભવ એવો થયો,
કે પ્રેમ થી'ય અમે દૂર થયાં,
અમે તમારાં જ્યાર થી આદિ થયાં,
આખા શહેર માં અમે વિવાદી થયાં,