✍️ શિક્ષક દિન ✍️
શિક્ષક એટલે એવી વ્યક્તિ જે જિંદગી જીવતા શીખવાડે છે.
દરેક ના જીવન માં કોઈ એક થી વધારે શિક્ષક હોય છે આ દુનિયા માં એક પિતા પછી જો કોઈ છે જે એના કરતાં કોઈ ને આગળ વધતા જોવા માંગે છે તો એ છે શિક્ષક, અને માં પછી જો કોઈ આપણી વધારે સંભાળ રાખતું હોય તો એપણ એક શિક્ષક જ છે, એટલે જ એને માસ્તર કહે છે જેનું સ્તર માં જેવું છે .અભ્યાસ દરમિયાન એના દ્વારા જે કહેવતો ,વાર્તા ,અનુભવો ,પ્રશ્ન ,પ્રસંગો ,ગુસ્સો ,માર ,સજા વગેરે જે કંઈ આપવા માં આવ્યું એ તમામ આજે હકીકત ની આ જિંદગી જીવવા માટે કામ લાગે છે .બહેતર જિંદગી અને એક સારા સામાજિક મનુષ્ય બનાવવા માટે દરેક શિક્ષક નો આજ રોજ શિક્ષકદિન ના દિવસે હુ આભાર માનું છું.🙏
-Pradip Bakraniya