જન્મી હું લઈને એક નાનકડું મગજ,
શબ્દો ભર્યાં માતા પિતા તેમજ સગાં સંબંધીઓએ,
પકડી હાથ, પકડાવી કલમ એમાં,
શીખવ્યા લખતાં શબ્દો મને,
ભણાવી ગણાવી મારા માતા પિતાએ,
પણ એ ભણતર શીખવ્યું મારા શિક્ષકોએ!!!
છું આજે હું પણ એક શિક્ષક મારા શિક્ષકો થકી,
કરીશ પ્રયત્નો બનું એમનાં જેવી,
પસંદ કરે સૌ વિદ્યાર્થીઓ, જેવી રીતે પસંદ
મને મારા શિક્ષકો!!!
વંદન મારા એ ચરણોમાં જેણે શીખવ્યું મને
દોડતાં આ જીવનની રેસમાં...
કરું વંદન હું મારા માતા પિતા તેમજ શિક્ષકોને,
જેણે ભણાવ્યા ચોપડી સહિત જીવનનાં પાઠ!!!
🙏🙏🙏
શિક્ષક દિનની શુભેચ્છાઓ