યુવાની ભાઈ યુવાની, આવી મજાની યુવાની
નવા નવા શોખ લાવી,
ઝનૂન સાથે જોશ લાવી,
ભણતર સાથે ગણતર લાવી,
જીવનનું ઘડતર લાવી,
પ્રેમ ની પરિભાષા લાવી,
જીવનની અભિલાષા લાવી,
વ્યસનોની વણઝાર લાવી,
કુટેવોની ખાણ લાવી,
માબાપ સાથે મિત્ર બની,
જીવવાનો એક જોશ લાવી,
ધ્યેયમાર્ગે અડગ રહીને,
આગળ વધવાનો હોશ લાવી,
મારુ તારું પડતું મૂકીને,
સાથે ચાલવાની સોચ લાવી,
ભીતરને અજવાળવાની,
આ અણમોલી તક આવી.
યુવાની ભાઈ યુવાની, આવી મજાની યુવાની.
"સાચવી જેણે યુવાની, થાય દુનિયા એની દીવાની..."
-સાગર વેકરિયા