માનવ તારી જીંદગી વીતી જાય,
હરિનું નામ લેતો રે..
માનવ દેહ મળ્યો છે, અનમોલ,
હરિનું નામ લેતો રે..
મારુ ,તારું મોહમાયા અહીં રહેવાની,
હરિનું નામ લેતો રે..
જીંદગીને માનવ સુખેથી માણી લે,
હરિનું નામ લેતો રે..
સુખીનો માર્ગ એક હરિનું નામ છે,
હરિનું નામ લેતો રે..
પૈસા કમાવવામાં જીવન પૂરું થાય,
હરિનું નામ લેતો રે..
એક દિવસ આયખું તારું પૂરું થાય,
હરિનું નામ લેતો રે..
દાન, દક્ષિણા માનવ આપતો રેજે,
હરિનું નામ લેતો રે..
કરેલા કર્મ તારે ભોગવવા પડશે રે...
હરિનું નામ લેતો રે..
માનવ તારી જીંદગી વીતી જાય,
હરિનું નામ લેતો રે..