Gujarati Quote in Motivational by RajniKant H.Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*જે જે જ્યાં જ્યાં જે જે તપ કરી રહ્યા છે ..સહુને ખુબ ખુબ અનુમોદના*

શાસ્ત્રોમાં બહુજ સરસ રીતે સમજાવ્યું છે....
માત્ર ઉપવાસ એ જ તપ નથી.
કદાચ ઉપવાસ નથી થતા તો no problm....

ભગવાને ૧૨ તપ કીધાં છે.
અને ભાવથી કરીએ તો બધાનું ફળ એકસરખું જ છે.

*અનશન* .. ઉપવાસ.

*ઉણોદરી તપ*...ભુખ કરતા ઓછુ ખાવું..એક રોટલી અથવા એક Item ઓછી ખાવી.

*રસ પરિત્યાગ*...કોઈ ભાવતી વસ્તુ નો ત્યાગ ...જે ખાવાનું જોઇ રસ આવે એનો ત્યાગ.

*વૃત્તિ સંક્ષેપ* ....આઠ દિવસ દાગીના , make up નો ત્યાગ, colour કપડાં નો ત્યાગ....bed ઉપર ન સુવું.....

*કાયક્લેશ* ..થોડી વાર તડકામાં ઉભા રહેવું, ગરમી સહન કરવી, શરીરને કોઈ પણ રીતે થોડું કષ્ટ આપવું ..

*પ્રતિસંલીનતા તપ*....આંખ , કાન, નાક, જીભ, touch,..આ 5 sences ઉપર control.
For 8 days...

For example...
આંખ...TV serial નહિ જોઉં
કાન...Filmy song નહિ સાંભળું
.નાક....spray નહિ use કરું
જીભ...જમતાં સમયે એક ભાવતી વસ્તુ નો ત્યાગ or...મૌન
Touch ..ગરમ રોટલી, ઠંડુ પાણી, કડક ઢોંસો....આવા જે સ્પર્શ ગમતા હોય એનો ત્યાગ..

*પ્રાયશ્ચિત*. . જ્યારે ભૂલ થાય તરત sorry કહેવુ.

*વિનય* ....મોટાનું respect, ભગવાન કે સંતોને વંદના કરવી, ભગવાને જે કિધુ છે તે માનવુ....
જેમકે... નીચે જોઇને જ ચાલવું જેથી કીડી વગેરે નાના જીવો મરી ન જાય.
વિચારો ભગવાને હજી બીજું શું શું કરવાનું કીધું છે...

*વૈયાવચ્ચ* .. એટલે સેવા. સંતો , વડીલો, તપસ્વી, બીમાર... કોઇની પણ સેવા.

Example.. વડીલને હાથ પકડી ધર્મ સ્થાનક માં લઇ ગયા , બેસાડ્યા.

*સ્વાધ્યાય* ... ભગવાન ની વાણી સાંભળવી, વાંચવી, કોઈ ધર્મ ની story વાંચવી, એના ઉપર વિચાર કરવો..

*ધ્યાન* ...આંખ બંધ કરી થોડી વાર બેસી જાવું.
કાંઈ ન કરવું તે કરવું તેનું નામ ધ્યાન છે.

*કાઉસગ્ગ*.. કાયા એટલે શરીર ને ભુલી જવું... કોઈ જાપ કે ધ્યાન કરતા.. અથવા શરીરને relax કરી શ્વાસ જોવા.

*મને પાક્કો વિશ્વાસ છે આમાથી કોઈ ને કોઈ તપ તો આપણે બધા જ કરતા જ હશું*

અને ન કરતા હોઈએ તો યથાશક્તિ કરવાનું ચાલુ કરી દઇએ ...હજી મોડું નથી થયું... 😊🙏

Gujarati Motivational by RajniKant H.Joshi : 111747428
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now