આમ નયન માં વસી જશો ખબર ન્હોતી.....
પાંપણ મિંચું ને ચહેરો ઝબકે આપનો....
આટલી મીઠાસ ભરી જિંદગી નાં પળમાં...
આમ નયન મીંચી ચાલ્યા જશો ખબર ન્હોતી...
હમેંશ સ્મિત રહે ચહેરે જાણે વસંતમાં ખીલેલ ફુલ...
સ્મિત પાછળ ઘેલા કરી હૃદયને કર્યું આપનું...
આમ હૃદય આપી ચાલ્યા જશો ખબર ન્હોતી...
પ્રેમ છે રાધા પ્રેમ છે કૃષ્ણ તો મીરા શું હતી....
એ રાધા પ્રેમ પ્રતીક ને મીરા પ્રેમ પૂજારી..
આમ મીરાને છોડી જશો ખબર ન્હોતી...
ખબર ન્હોતી....
-Sankhat Nayna