પર્યુષણ ની પૂર્વ સંધ્યા એ:સાધના સસ્તી કરવી નથી
____________________________________
જીવન માં સેલ્ફી ઓ પાડી ઘણી, અરીશા માં જોયું ઘણું, છતાં ખુદ ને ખુદ માં જોયું નથી.,
જગત આખું ફર્યો ઘણું, બાકી કંઈ રહ્યું નથી,
છતાં ખુદમાં હું અંદર જઈ કદી ફર્યો નથી.
ખુદ ની ભૂલો ને ભુલી, મિચ્છામી દુક્કડમ કર્યું ઘણું,પણ બીજા ની ભૂલ ને ભૂલ્યો નથી.
માધ્યમ છે પૂજા,પ્રાર્થના,તપસ્યા ,જે કરી ઘણી, પણ પ્રભુ સુધી હું પહોંચ્યો નથી.
પ્રતિક્રમણ માં જાણતા અજાણતા કરેલી ભૂલો ની આલોચના કરી ઘણી,પણ જાણતા કરેલી ભૂલો ને હજી છોડી નથી.
જૈન ધર્મ ની સાધના છે ઘણી ઊંચી,ઘણી મોંઘી
પણ એ સાધના ને હવે સસ્તી કરવી નથી...
જયવંત બગડીયા /કવિરાજ