બોલવું બધાને છે, ને સાંભળવું કોઈને નથી,
રામ જાણે, સમયનો આ કેવો "ઘાવ" છે.
સત્વરે સમજી લેવું પડશે સૌએ કે,
આ માત્ર એકબીજા પ્રત્યેના, "ભાવ" નોજ અભાવ છે.
હવે જોવાનું એ છે કે, આ બંનેમાં
સમય ફાવે છે કે, સ્વભાવ બદલી જેતે માણસ રંગ લાવશે.
બાકી આ રીતે તો, થાકી, હારી
સૌ ક્યાં સુધી નિભાવશે ?