દર્દો ઉછીના પ્રેમ માંહી ગણી લો ને,
પ્રેમાળ દિલથી આપમાં વણી લો ને.
ઘાવો ખરેખર માં, મળે છે સૈનિકને,
વ્હોરી શહીદી આપ ખણખણી લો ને.
વાવ્યા છે જોને, બાવળો અહીં કેવાં !
કાંટાનો છે જો તાજ એ લણી લો ને.
વિસ્તાર જબરો વાસના તણો પૂડો,
ડંખો જરા હારીને , ખળભળી લો ને.
આનંદ હોવો તો સહજ ખૂદમાં જો,
પામી મનોલય મનથી ગણગણી લો ને,
-મોહનભાઈ આનંદ