ઈશ્વરની એક અનમોલ ભેટ છે મિત્ર.
જીવનથી મૃત્યુ સુધી છેક છે મિત્ર.
મતલબમાં અંધ થયેલી દુનિયામાં,
પોતાનાઓથી એ ઘણા નેક છે મિત્ર.
મહેફિલમાં હોય છે ઘણાય એકલાં,
જ્યારે એક માં પણ અનેક છે મિત્ર.
સુખમાં વાંહે પડી રહે જે બનીને ઢાલ,
સંકટમાં બની જાય એ તેગ છે મિત્ર.
આમ તો રાખ્યો છે સમભાવ હરેકથી,
પણ અંતરમાં ઊભરાતું હેત છે મિત્ર.
સ્વાર્થ વગર ક્યાં ટકે છે કોઈ સબંધ?
હાથથી સરકે એવી ક્યાં રેત છે મિત્ર?
...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)
(તેગ - તલવાર)