રંગો માં બસ, તરંગી, થઈ ને પકડવાનું,
પથ્થર જરાક ફેંકી , તૃષ્ણા ને જકડવાનુ.
કોઈ જરાક તમન્ના,સ્પર્શી જ દિલ મહીં જો,
ત્યાગી સદાય ઈચ્છા , જીવે છે અટકવાનું.
ભોજન અહીં અમૃતમય,જમવા મળે મજાનું,
દુનિયા મહીં છે ભૂખ્યા, યારો વિચારવાનું.
સઘળી સમજ પછી શું,ક્હેવા રહો કશું પણ .
નિશદિન કરી ઉલાળા , આંખે ચડી જવાનું.
વિખરે કદી ના જીવન ,બાંધી રહો વિવેકે,
આનંદ ના વિહારે , દિલથી જો મરકવાનું.
-મોહનભાઈ આનંદ