માતૃભાષા
છોડીયું વતન ઈરાન, અને છોડવી પડી આપણી ફારસી ભાષા
અપનાવ્યુ હિંદ અને શીખી ગયા એક નવી, ગુજરાતી ભાષા.
પછી તો બની ગયા આપણે પાક્કા અંગ્રેજ, અપનાવી એ નવી ભાષા
ભલે અપનાવી, પણ શા માટે ત્યાગવી જોઈએ આપરે આપરી ગુજરાતી ભાષા ?
માતૃભાષા જોડી રાખે છે આપણને, આપના પોતાના જડો સાથે
માતૃભાષા જોડી રાખે છે આપણને, આપણા સંસ્કારો સાથે
માતૃભાષા ની એક ખુમારી છે, જે સદા ચાલે છે આપણી
સાથે
માતૃભાષામાં એક તાકાત છે, જે સદૈવ આપણી બની, ચાલે છે આપણી સાથે.
Armin Dutia Motashaw