ભવોભવથી તને ઝંખ્યા કરું તને ખબર છે?
જનેજને તને હું નિરખ્યા કરું તને ખબર છે?
જાણ થઈ છે કે તને તારા ભક્તો પ્રિય ઘણા,
એમ માની સદાય રટ્યા કરું તને ખબર છે?
ભક્તવત્સલતાનું બિરુદ તારું એક આધાર,
પામવાને નિશદિન તડપ્યા કરું તને ખબર છે?
નામસ્મરણનો આશરો સદૈવ સાથી છે મારો,
દર્શન કાજે પ્રતિપળ વલખ્યા કરું તને ખબર છે?
પ્રતિક્ષા કરીકરી ઈશ થાક્યો પણ ધીરજ હજુ,
મળશે એ વિશ્વાસે હું ધપ્યા કરું તને ખબર છે?
આખ્ખે આખી જાત સમર્પી દીધી છે ધનુર્ધારી,
તારા આગમનની વાટ જોયા કરું તને ખબર છે?
ભરોસો મારો ભગવંતથી અખૂટને અતૂટ હરિ,
પ્રત્યેક પળને સુખદ ગણ્યા કરું તને ખબર છે?
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.