રાત જો વેરણ, સમી લાગે છે,
વાત જાણે જો , કમી લાગે છે
પાંપણો અર્ધ , ખૂલ્લી ઘેનમાં,
આંખ માં થોડી, નમી લાગે છે.
કોણ જાણે શુન્યતા, સર્જાઈ ,
મન ગહેરાઈ, ગમી લાગે છે;
કોઈ કારણ નીપજ્યું છે , એવું,
મન જ પ્રહરી ,જો ક્ષમી લાગે છે,
હું ને ખોઈ, તું જરા જો આનંદ,
દિલમાં સાચી , હો અમી લાગે છે.
-મોહનભાઈ આનંદ