અનહદ્ ચાહત...
હું બહું બધો પ્રેમ કરું છું એને એટલેજ મારાથી એને કઈ કહેવાતું નથી. બધાને આવો સવાલ થતો હશે ને? મને પણ થાય જ છે.
ઘણીબધી વાર મનમાં ઘૂંટાયા કરવું યોગ્ય લાગતું હોય છે પોતાના પ્રિયજન ને કહી દુખી કર્યા કરતા. આ જ છે અનહદ્ ચાહત. હું ભલે બુઝાઈ જાઉં પણ એને સહેજ પણ ખબર ના પડવી જોઈએ.
તોય પાછા સવાલ કરવા વાળા તો કરે એવો તો કેવો પ્રેમ તમે કહી ના શકો.! પ્રેમમાં કંઇક ખોટ લાગે છે. પ્રેમ એટલે સુખ દુઃખ ના સાથીદાર. વગેરે વગેરે...
જેને જે કહેવું હોય એ મગજ ઉપર બહુ લોડ નઈ લેવાનો. પ્રેમ આપણે કર્યો છે તો આપણે જ નક્કી કરવાનું પ્રિયજન ને કેટલું સુખ આપવું છે ને કેટલો સુખ દુઃખમાં ભાગ. આપણાથી વિશેષ એ વાત કોઈ ના સમજી શકે. કહેવું કરવું ફર્ક હોય છે અને હોવો જ જોઈએ.
આ જ તો છે જિંદગી. આ જ તો છે અનહદ્ પ્રેમ. નાનામાં નાની વાત કહી શકાય ને મોટામાં મોટી વાત મનમાં રાખી અનહદ્ સાથ આપી શકાય એકમેકના આલિંગનમાં એ વાત ઓગાળી.
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...