મિત્ર એટલે ખિસ્સામાં બચેલો છેલ્લો સિક્કો,
મિત્ર એટલે સંકટ સમયની સાંકળ,
મિત્ર એટલે જીવનની નિરાશા દૂર કરતો સાથી,
મિત્ર એટલે વગર કહ્યે સમજી જતી લાગણી,
મિત્ર એટલે અંધારામાં ફેલાતો ઉજાસ,
મિત્ર એટલે સુખમાં મજાક કરતો પણ
દુઃખમાં ખડે પગે હાજર રહેતો,
મિત્ર એટલે વણનોતર્યો મહેમાન,
મિત્ર એટલે ક્યારેય ન ખોવાતી મિલકત,
મિત્ર એટલે વગર માંગ્યો કે આપ્યો હક,
મિત્ર એટલે જિંદગીની સફરના મનપસંદ સાથી,
મિત્ર એટલે જેની ગેરહાજરી તરત દેખાતી,
મિત્ર એટલે જેની પાસે હકથી કંઈક માંગી શકાય,
મિત્ર એટલે જેની પાસે અપેક્ષા પણ રખાય અને
જબરદસ્તી પણ કરાય,
મિત્ર એટલે સ્વપસંદગીથી જીવનમાં આવેલ વ્યક્તિ,
મિત્ર એટલે વરસાદના ટીપાંમાં આંખનાં આંસું ઓળખે તે,
એક મિત્ર તો એવો જીવનમાં હોવો જ જોઈએ કે જેને આપણે આપણાં પર પોતાનાં કરતાં વધુ હક આપ્યો હોય, જે ભલે આપણી ખુશીમાં ગેરહાજર રહે પણ દુઃખમાં તો વગર આમંત્રણે આવીને ઊભો રહે, જ્યારે એકલા હોઈએ ત્યારે એ આપણો સાથી બને.
નસીબદાર હોય છે એ લોકો જેમની પાસે આવા મિત્રો છે, પછી ભલે તે જીવનસાથીનાં રૂપમાં જ કેમ ન હોય!!!
- સ્નેહલ જાની