જીવંત...
સમય સાથે જીવંત રહેવાનું ભુલાતું ગયું. હા... મારું જ કહું છું બીજાની વળી શું પંચાત કરું. ☺️
કહેવાય છે કે જીવનમાં જીવંત રહેવું ખૂબ જરૂરી છે. જીવતા હોવું ને જીવંત હોવું ઘણું અલગ છે. એટલે જીવંતતા તો હોવી જ જોઈએ.
એટલે જ તો હમેશા પ્રયત્ન કરતો હોવ છું જીવંત રહેવાનો અને હા બધાને સલાહ તો આપી જ દેવાની કે જીવંત રહેવું જોઈએ...😜
ક્યારેક જીવનમાં સાથ આપતા પાત્રો એટલા નજીક આવી જાય છે કે ત્યાં સતત પોતાને જીવંત રાખવું મુશ્કેલ થઈ જાય છે ક્યાંક ને ક્યાંક એમનું સારું જોવામાં પોતાની જાતને અન્યાય થાય છે અને પોતાને ન્યાય આપુ તો કહેવાય છે આ તો ફાયદો લઈ ગયો મારો. મોઢે નહિ તો મનમાં ક્યાંક ને ક્યાંક આવા ભાવ આવી જ જાય છે માનવ સહજ.
અલા ફાયદો લેવા માટે જ કોઈપણ સંબંધ હોય.!? શું પોતાની જાત મારી સંબંધ સાચવો તો જ કહેવાય કે એકદમ પરફેક્ટ સંબંધ નિભાવ્યો.!? 🤔
પણ આ બધું ચાલતું આવ્યું છે ચાલતું રહેશે મારો અંત થશે ત્યાં સુધી. પછી ક્યાં મારે જોવું છે કે કોઈને બતાવવું છે કે હું નઈ હોવ ત્યારે આમ થશે ને તેમ થશે. સમય સાથે બધું ઠીક થઈ જશે.
પણ અત્યારે જે વહોર્યું છે એ તો પતાવવું જ પડશે. 😜 અલા... સમજી જાઓ માથે પડ્યા છે એમની માથે પડવું જ પડશે જે વધુ માથે પડી શક્યું એ જીવંત થઈ જીવી શક્યું. તો લાગી પડો ફરી માથે પડવાની અવિરત હરીફાઈ માં. મળીએ ત્યારે... ☺️
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...