ગા લગા- ગાલગા-લગાગાગા
એક તો છે ,ગઝલ જરી જોને,
કાપુ છું જો ,મજલ જરી જોને.
શબ્દ ની તું ,રમત રમાડે દિલ,
કાફિયા છે, દખલ જરી જોને.
શેરિયત ક્યાં સરળ રહી અહિયાં
મારિફત માં, અમલ જરી જોને.
હોય તકદીર , ક્યાંક પાસા માં,
ત્યાં રમી લો, રમલ જરી જોને.
છે સમાધીમાં ,મન સમાહિત જો,
તું ય આનંદ ચલ , જરી જોને.
-મોહનભાઈ આનંદ