સચ્ચાઇ સાંભળી તો સોપો પડી ગયો,
પછી એ માણસ ભોંઠો પડી ગયો.
સાબિત કરવાનું રહેવા દે તું હવે,
સાચું કહું તો તું મોડો પડી ગયો.
અડધી ગયી કે પોણી જિંદગી એ નથી જાણવું પણ,
તને નથી લાગતું કે, તું એકલો પડી ગયો ?
અસ્વીકાર તારો નિરંતર મળ્યો મને,
એટલે તો હું બીજા ના ચરણો મા પડી ગયો.
યાયાવર ....