સર્વ જીવનદાત્રી સૃષ્ટિ
પણ હવે જીવનદાન માંગે છે,
ક્યાંક રહીમ પણ હવે "રહેમ"
અને રામ "આરામ" માંગે છે..
ક્યાંક ગુપ્ત , ક્યાંક લુપ્ત તો ક્યાંક સુષુપ્ત,
ઝરણા ઓ જળધારા, વૃક્ષો લીલા પાન માંગે છે,
ક્યાંક રહીમ પણ હવે "રહેમ"
અને રામ "આરામ" માંગે છે...
વિષ્ણુ ને ભૂલ્યા વિષાણુ મળ્યા,
શિવ ને ભૂલ્યા શવ નિહાળ્યા,
આદ્યશક્તિ પણ હવે નિર્વાણ માંગે છે,
ક્યાંક રહીમ પણ હવે "રહેમ"
અને રામ "આરામ" માંગે છે...
સતા ની ભૂખ ઉઘાડી લૂંટ,
જોઈ રહી લાચારી મૂંગામૂંઢ
માનવતા પણ અસ્તિત્વ માટે માન માંગે છે,
ક્યાંક રહીમ પણ હવે "રહેમ"
અને રામ "આરામ" માંગે છે...
સંબોધી વિશ્વ ને કહે છે "વિશ્વ",
શોધ અંદર જ અવિનાશી તત્વ,
આ રામ (પરમાત્મા) હવે આ રામ (આત્મ તત્વ) માંગે છે,
ક્યાંક રહીમ પણ હવે "રહેમ"
અને રામ "આરામ" માંગે છે....
ઓમ શ્રી ગુરુદેવ દત્ત
🌸 🙏 🌸 🙏 🌸 🙏
🙏🙏🙏🙏 🙏