Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નવા નવા મિત્રો બનાવવાની તો આદત છે મારી;
પણ જૂના મિત્રો એ મિત્રો નહીં ઇબાદત છે મારી;

હું તો થઈ ગયો છું કેદ તમારા પ્યારમાં એ દોસ્તોં,
તમારી લાગણીઓ એતો કરી હિરાસત છે મારી;

વસંત હોય કે પતઝડ, વૃક્ષની ડાળ ના છોડે સાથ,
યારોં તમારા પ્રત્યે કંઇક એવી મહોબ્બત છે મારી;

ડુબ્યા છે અત્યારે સૌ ખોટી જગતની ચોંકાચોંધમાં,
પણ, મિત્રોના દિલની ખુશી ખરી શોહરત છે મારી;

ચમન માં તો પુષ્પો રોજ ખીલીને મુરઝાઈ જાય છે,
તારા સ્નેહથી જ સીંચાય જીવન હકિકત છે મારી;

ભૂલ્યો લોહી સબંધે બાંધવાનું, માટે મિત્ર બનાવ્યા,
એટલે મિત્રતા સબંધોની કરવી હિફાજત છે મારી;

એક ક્ષણ પણ લાગે નથી લાયક તમારી મિત્રતાનો,
ગમે ત્યારે મારો હાથ છોડવાની ઇજાઝત છે મારી;

હું જીવનપર્યંત નથી છોડવાનો તમારો સાથ મિત્રો,
મારા હૃદયે તારી યાદોની બનાવી ઈમારત છે મારી;

દોસ્તારો વગર જીવવું નકામું છે જીવનમાં "વ્યોમ"
દોસ્ત મારી જિંદગી ને દોસ્ત જ કયામત છે મારી;

...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111705519
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now