મખમલી ગુલાબને બધા ચૂમે, સળગતા અંગાર લખો તો કવિ છો,
અન્યાયનો અંધકાર છે, આ અંધકારમાં ન્યાય ઝંખો તો કવિ છો.
તે આદત મુજબ સૂતી છે જનતા કુંભકર્ણની ઊંઘને પુરી કરવા,
શબ્દથી આ કુંભકર્ણને શ્રી રામના તિર માફક ડંખો તો કવિ છો.
તમારું લોકતંત્ર ઉભું છું અનેક જવામરદોના પાવન બલિદાન પર,
અત્યાચારીને નિષ્ઠુર તંત્રમાં લગાવી ક્રાંતિકારી તણખો તો કવિ છો.
થોડાક લોકોની વાહ વાહ અને સિંહાસનની બિરદાવલી બંધ કરો,
કવિ દિનકર, દુષ્યંત, મેઘાણીની જેમ કલમને પરખો તો કવિ છો.
પુરસ્કાર તરફ દોડી જતી કલમો, મીર ઝાફર, જયચંદ જેવી છે,
સમય આવી ગયો છે, મનોજ લગાવી હવે તણખો તો કવિ છો.
મનોજ સંતોકી માનસ