સફર ભલે મારી કાટાળી હોય,
હું મારો ઇરાદો બુનિયાદ રાખું છું.
કાંકરા ને પથ્થર તો રસ્તામાં આવેને જાય,
હું મારી સફર હમેશા યાદગાર રાખું છું.
ફુલ ના રસ્તાઓ તો અનેક છે, મારી સફરમાં.
મારાં મુકામમાં એક કાટાળો બાગ રાખું છું.
હું મારી ભીતરનો રસ્તો હમેશા સાફ રાખું છું.
મેહકવું તો મારે પણ છે, મંઝીલ ભર્યા રસ્તા પર.
માટે
કિસ્મતમાં કંકર ને જીભે "સ્વયમભુ"શંકર રાખું છું,
હું મારી સફર હમેશા એક રાખું છું.
અશ્વિન રાઠોડ
- સ્વયમભુ