કારગત કોઈ , ઉપાયો જડતા નથી.
છે ગજબ રોગો હવે જો મટતા નથી.
ધારણા બાંધીને , કોઈ શું કરે અહીં,
ધ્યાનમાં જો દિલ , જરા ટકતા નથી.
હોય છે માયા તણું, કોઈ જોર પણ,
કાર્ય કારણ ભેદ , ભરમ ખસતા નથી.
શોધતા થાકીને બેસી, શાને જાય તું,
સત્ય સાચે કેમ કોઈ , પામતા નથી.
પામવા આનંદ , તરસે છે સદાય તું,
ખેલ ખોટા હું પણા ના , જચતા નથી.
મોહનભાઈ " આનંદ"