કેટલા લખું હું " ૐ શાંતિ "?
હાથ અને હૈયું ધ્રૂજે છે.
આજે તું! તો કદાચ કાલે હું
એ વિચારતાં જ મન ફફડે છે,
માં, તું અસુર હરનારીભક્તો ને રક્ષનારી,
પણ આસ્થા ક્યાંક ડગમગે છે
ભસ્મ કર હવે, હવન કર હવે,
આ હોમ જ્વાળા વિનવે છે.
થયા હશું કદાચ છોરું કછોરું
પણ માં હવે તો જગત આખુંય ચમત્કારને તરસે છે.
તું જગતજનની , માં તું ભવાની
શબ્દો હવે ખૂટે છે...
બસ, બહુ થયું માં,
માફ કરને....
" ૐ શાંતિ" લખતા હાથ ધ્રૂજે છે.