નરસિંહ મહેતાનું પ્રભાતી
🩸🩸🪴🪴🪴🩸🩸
સુખ દુઃખ મનમાં ન લાવીએ, ઘટ સાથે છે ઘડીયાં,
ટાળ્યાં તે કોઇનાં નવ ટળે, રઘુનાથનાં ઘડીયાં…. સુખ દુઃખ મનમાં…
હરીચંદ્ર રાજા સતવાદી, જેની તારા લોચન રાણી,
વિ૫ત્ત બહુ ૫ડી, ભરીયાં નીચ ઘેર પાણી…. સુખ દુઃખ મનમાં…
નળ રે રાજા સરખો નર નહી, જેને દમંયત્તી નારી,
અડધા વસ્ત્રે વન ભોગવ્યાંે, ના મળે અન્ન કે પાણી….સુખ દુઃખ મનમાં…
પાંચ રે પાંડવ સરખા બાંધવા, જેને દ્રો૫દી રાણી,
બાર રે વરસ વન ભોગવ્યાંધ, નયને નિદ્રા ના આણી….સુખ દુઃખ મનમાં…
સીતા રે સરખી સતી નહી, જેના રામજી સ્વાેમી,
તેને તો રાવણ હરી ગયો, સતી મહા દુઃખ પામી…. સુખ દુઃખ મનમાં…
રાવણ સરખો રાજવી, જેને મંદોદરી રાણી,
દશ મસ્તક તો છેદાઇ ગયાં,બધી લંકા લૂટાણી…. સુખ દુઃખ મનમાં…
શિવજી સરીખા સતવાદી, જેને પાર્વતી નારી,
ભિલડીએ તેમને ભોડવીયા, ત૫માં ખામી કહેવાણી….સુખ દુઃખ મનમાં…
સર્વે દેવોને જ્યારે ભીડ ૫ડી, સમર્યા અંતર્યામી,
ભાવટ ભાંગી ભૂદરે, મહેતા નરસિંહના સ્વા્મી…. સુખ દુઃખ મનમાં…
🌅શુભ સવારના સર્વે સંતો મહંતો અને મહાપુરુષો જ્ઞાનીજનો માતાઓ બહેનો ને દાસ ના કોટી કોટી વંદન
👏👏👏👣👣👣👏👏👏
♨️જય સદગુરૂ દેવ કી પ્રભુ🙏🏼♨️
🌷જય અલખધણી કી પ્રભુ🙏🌷
🙏🏼🙏🏼🙇🏼♂️🙇🏼♂️🙇🏼♂️🙏🏼🙏🏼