કોને કહું દિલડાની વાતું, નથી રહેવાતું હવે નથી રહેવાતું
જેને જેને કહું તે તો કહ્યું ન માને;
મૂરખ ગણી ને મને મારે છે લાતું
નથી રહેવાતું હવે નથી રહેવાતું...
દિલના દર્દ તો દર્દી દિલ જાણે;
વૈદોને એ નથી સમજાતું
નથી રહેવાતું હવે નથી રહેવાતું...
ઘેલા રે લોકો મારી ગત શું જાણે;
મારા તે રૂદિયા માં કાંઈ કાંઈ થાતું
નથી રહેવાતું હવે નથી રહેવાતું...
સૂગરા મળે તો શાંતિ સ્થાપે;
નૂગરા પાછળથી કરે છે વાતું
નથી રહેવાતું હવે નથી રહેવાતું...
કહે "સત્તાર દાસ" ભજો એક અવિનાશ;
પ્રભુને ભજતાં / ભક્તિ કરતાં રહે મન રાતું
નથી રહેવાતું હવે નથી રહેવાતું...
🙏 જ્ય ગુરૂ મહારાજ 🙏