વિચારો ની દુનિયા મા ખોવાઈ જાવ છું..
એમાં ચાલને તારી સાથે વાત કરી લવ..
એમાં હું વ્યસ્ત હોવ ને તું હેરાન કરી લે..
હું સ્મિત કરું ને તું એને ઝીલી લે.
હું રડવાનો અણસાર કરું ને તું બાથ ભેરવી લે.
તું નજર જુકાવે ને હું આંખો ને ચુંબન કરી લવ.
તું મને જોવે ને હું તને મેળવી લવ.
કોણ જાણે અણસાર નથી આવતો કે આમાં 'હુ' કોણ છે? ને 'તું' કોણ છે..??