*કોઈને કેતી નહિ હો.*
ઘણાબધા દિવસ પછી આરતી આરાધનાને ફોન કરે છે..
આરતી " કેમ છે..આરુ...? "
"બસ શાંતિ છે તું બોલ! "
"ઘરે બધા મજામાં ને?."
"હા..હો..બધા મજામાં છે.."
"આજ કાલ તું દેખાતી નથી મારા ઘર બાજુ કેમ કાંઈ રિસાણી છે મારા થી..?? "
"અરે...ના...બેન...ના.."
"આ જો ને નવું ઘર લીધા પછી નવરાશ મળતી જ નથી. "
" હશે લો.. "
"એક વાત કવ જો ખોટું ના લગાડતી.. અને હા કોઈને કેતી પણ નય હો તો વાત કરું.!! "
"હા બોલ નહિ લાગે ખોટું.. "
" પેલા શિલ્પામાસી તારું મને બવ બધું કેતા હતા! મને કેતા હતા કે આરાધનાડી પેલા કૃપેશભાઈના દીકરા જોડે બવ રખડે છે.."
"અરે તું પણ એ કાલુડીની વાતમાં આવી ગઈ.."
"જો બેન પ્લીઝ કોઈને કેતી નય હો.. "
આરતી " અને હા ખાસ કરીને શિલ્પામાસીને તો કેતી જ નય હો..એમને મને ચોખ્ખીના પાડી છે કે આરાધનાડીને કાંઈ વાત ના કરતી એમ.."
"હા નહિ વાત કરું બસ. "
" પ્લીઝ આરું કોઈને કેતી નહિ.."
આરાધના ના મમ્મી બોલાવે છે..
" આરતી હું પછી વાત કરું મમ્મી બોલાવે છે.."
"બાય..બાય.. "
આરાધના મમ્મી પાસે જાય છે.
અને આરાધના આરતીએ કહેલી બધી વાત એના મમ્મીને કહે છે કે શિલ્પામાસી મારું આવું બધું બોલતા હતા.
આરાધના કહે છે " મમ્મી તમે પાછા આ વાત કોઈને કેતા નહિ હો..
✍🏻~દુશ્મન