મારો તારા પર નો હક કેટલો?
કહેવું જરૂરી છે?
તારો મારા પર નો વિશ્વાસ કેટલો?
કહેવું જરૂરી છે?
તારી દરેક જીદ પૂરી શા માટે કરું છું?
કહેવું જરૂરી છે?
સવાર થી રાત સુધી- રાત થી સવાર સુધી કેટલી રાહ જોવું છું?
કહેવું જરૂરી છે?
દિલ ની વાત કહેવામાં મારી જેમ જ તું પણ અચકાય છો?
કહેવું જરૂરી છે?
આપણે બન્ને કારણ વગર ઝગડીએ છે?
કહેવું જરૂરી છે?
ક્યારેય પણ આ આદત છૂટશે નહીં?
કહેવું જરૂરી છે?
તું બધું સમજે છે...!? હું સમજું છું...!?
કહેવું જરૂરી છે?
હજું પણ ઘણું બધું કહેવું છે.....
કહેવું જરૂરી છે...????