Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*પ્રેમના પ્યાલા જેણે ભરી ભરી પીધાં,*
*અમૃત છોડી વિખ નહી ખાવે...*

જગતના સંબંધો બધા મર્યાદિત અને સીમિત છે, ત્યાં સાચો પ્રેમ નથી, સાચો પ્રેમ તો છે સદગુરુના સાનિધ્યમાં, સદગુરુના ચરણોમાં, સદગુરુ જ આપણને પ્રેમનો પ્યાલો પાય છે, પ્રેમની ઓળખ કરાવે છે, અને જ્યારે આપણે સ્વયંનાં હોવાપણામાં ડૂબીને આ પ્રેમનો અનુભવ કરીયે ત્યારે, જીવણબાપા કહે છે કે *પ્રેમના પ્યાલા જેણે ભરી ભરી પીધાં* જેણે આ પ્રેમને માણ્યો છે... આ પ્રેમનો રસ ભરપૂર પીધો છે, એ હવે તે બીજે ક્યાંય અટવાતા નથી, જીવણ બાપા તેને કહે છે *અમૃત છોડીને વિખ નહી ખાવે* જેણે પોતાનાં ભીતરમાં જ વચનરૂપી અમૃતનું પાન કર્યું છે તે હવે બીજે કયાંય જઈને વિષપાન નહી કરે, તે આવો અમૃત રસ છોડીને વિખ નહી ખાય આવું જીવણબાપા કહે છે....

Gujarati Religious by બાબા સત્સંગી : 111686286
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now