"પ્રશ્ન?"
-@nugami.
પ્રશ્ન થી તો બધા જ માહિતગાર હોય છે.
"પ્રશ્ન અભ્યાસક્રમનો હોય,કે પછી જીવનમાં આવતા દરેક પાઠનો.
એનો સાચો ઉકેલ તો એ જ જાણે છે, જેણે વારંવાર મહાવરો કર્યો હોય."
જીવનમાં ઘણીવાર પ્રશ્ન ખોટા પણ હોય શકે,ખાસ કરીને એ બાબત માં જ્યારે સામે પ્રશ્ન ઉઠાવવા વાળી વ્યક્તિ આપણા માટે પહેલેથી જ ધારણા બાંધીને બધું જ પોતાના મન માં પોતાની રીતે પોતે પૂછવા તૈયાર કરેલ પ્રશ્ન નો જવાબ જાતે જ ગોઠવી ને બેઠી હોય,અને આપણી પાસે એનો મનગમતો જવાબ બોલાવવા મથતી હોય.
અમુકવાર વ્યક્તિ બોલતા બોલી જાય છે. પણ એ નથી વિચારતી કે,સામે વાળી વ્યક્તિ પર એ પ્રશ્ન ની અસર કેવી થશે?
શું સામેની વ્યક્તિ પૂછેલા પ્રશ્નને પચાવી શકશે?
પ્રશ્ન પૂછીને વ્યક્તિ પોતે તો મુક્ત થઈ જશે,પણ સામે વાળી વ્યક્તિના મન પર એ પ્રશ્નની એક સારી નરસી છાપ પડી જશે.કદાચ એ બોલાયેલ વ્યક્તિના શબ્દોથી સામે ની વ્યક્તિને ઊંડો ઘા લાગશે તો? એના મન પર ખરાબ અસર થશે તો?
આ તોતેર મણ નો તો ખૂબ ભારે છે.એનું કંઈ જ નક્કી નથી.
એવા વાહિયાત લોકોની જીભ પોતાના મન ને મનાવવા,સામેવાળી વ્યક્તિને નીચી બતાવવા,પોતાનો અહમ સાચવવા,ઈર્ષ્યા માં રાખ થઈને ઘણાં પ્રશ્નો પૂછવા હંમેશા સળવળતી રહે છે.
કેટલા હદ સુધી આ આદત સારી છે???
શા માટે કોઈ પ્રશ્ન હોય?
બીજા ને દુઃખી કરીને પોતે મજા કેવી રીતે લૂંટી શકાય?
આખરે એ લોકો છે જ કેમ ?
બીજાના જીવનમાં શું ચાલે છે,એ પ્રશ્નો ની પંચાત માં ના પડતાં,પોતાના જીવન ને એક ઢંગ નું બનાવતા જો એ લોકો શીખી જાય,તો ક્યારેય કોઈ પ્રશ્ન રહે જ નહિ.
એવા લોકો ને હાથ ના ખેંચતા પગ ખેચવામાં વધારે મજા આવે છે.
દિવસે ને દિવસે લોકો નો બીજા પર વિશ્વાસ ન મૂકવાના ઘણા કારણો વધતા જાય છે, એમાંનું એક કારણ આ પ્રશ્નો પણ છે.
પ્રશ્નો પૂછવા બધા જ તૈયાર રહે છે,પણ સાચી સલાહ,સાચું સૂચન, સાચું માર્ગદર્શન આપવા વાળું કોઈ મળતું નથી.
કદાચ નસીબથી પણ એવું કોઈ મળી જાય,તો એ અમૂલ્ય વ્યક્તિ ને ક્યારેય ખોઈ ના બેસાય.
આંગળી ચીંધનાર ઘણાં મળશે અને એમને શોધવા પણ જવા નથી પડતા,
પણ આંગળી પકડનાર જો મળે,તો એને જીવનમાં સાચવીને રાખવા જોઈએ.
કારણ,અણમોલ મોતી હંમેશા સમુદ્રના તળિયે જ હોય છે,એ તળાવ માં જોવા ના મળે.
બાકી જીવન છે ત્યાં સુધી પ્રશ્નો તો રહેવાના,
બસ તૈયારી હોવી જોઈએ,કે એ પ્રશ્નના જવાબ ને કેવી રીતે રજૂ કરવો છે.અને એનો આધાર વ્યક્તિના વ્યક્તિત્વ પર નિર્ભર રાખે છે.
સારી વ્યક્તિ ક્યારેય પ્રશ્ન નથી કરતો.
એતો બસ પોતાના સારા પણા નો ઉપયોગ કરી બીજાના જીવનમાં સુગંધ કેવી રીતે ફેલાવી શકાય એ માટે પ્રયત્ન કરતો રહે છે.
-@nugami