"ફેસબુકનાં ફળિયામાં"
ફેસબુકનાં ફળિયામાં અમે શોધીયે ખુદને,
બીજાની 'like' અને comment પર મૂલવીએ જાતને,
છુપાવી દીધી બધીય ભૂલો ને 'delet'નાં ડબલામાં,
"રામ" થઈને ફરે છે બધા ફેસબુકનાં વૃંદાવનમાં!!
ઘરની દીવાલોને લાગણીથી ભીંજાવી નાં શક્યાં ને,
ફેસબુક ની દીવાલો ને ધ્રુજાવી ધ્રુસકે રડીને!!
કાંઠે બેસીને તરવું છે અને પાછું ડૂબવું પણ,
સામે કાંઠે થી મળે શબ્દોનું વાવાઝોડું તોય પાછું નાં ફરવું,
મળી શું બે -ચાર મિત્રોની મહેફિલ ને,
ભુલી ગયો બાળપણની મિત્રો સાથે ની મોજ ને,
હંફાવી દે એવુ દોડે છે 5G NET!!
તોય એવું લાગ્યાં કરે છે કે એનો REPLY આવે છે બહુ LATE!!
બહું જ દોડ્યાં ફેસબુકનાં ફળિયામાં!!!
તોય ત્યાં નાં ત્યાં જ !!
મળે જો કોઈ કિનારો તો મારી નાવડી બાંધી દઉં!!
એવા વિચારે ફરે આખુંય જગ!!
તોય ત્યાં નાં ત્યાં... !!
સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચે રમે છે લોકો facebook નાં ફળિયામાં!!
વસંત અને પાનખર માં પણ પા -પા પગલી માંડે છે facebook નાં ફળિયામાં!!
✍️dr. Priyanka vijay gorasiya