Gujarati Quote in Blog by Kamlesh

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

....#....લૂથ (ઊંટકટારો)...#....

શેફાલીજીના સૌજન્યથી...

પરિવાર માટે હંમેશની જેમ નવી પોસ્ટ...
નવી માહિતી...

આજે આપણે વાત કરીશું આપણાં જ પરિસરની ઔષધીય ગુણોથી ભરપૂર વનસ્પતિની... જેનું નામ છે "લૂથ" અથવા તો "ઊંટકટારો" કે "શૂળીયો "....

હા ઊંટને આ વનસ્પતિ આહાર રૂપે અતિપ્રિય હોઇ,આ વનસ્પતિ "ઊંટકટારો" તરીકે પણ ખૂબ પ્રસિદ્ધ છે.

નામ:-

સંસ્કૃતમાં - रक्तपुष्पा ।
હિન્દીમાં - ऊंटकटारा.
તામિલમાં - કન્ટાકામ.
તેલુગૂમાં - બ્રમ્હદંડી.
અરબીમાં - અશોકુલ જમાલ.
ફારસીમાં- અષ્ટારખર
અંગ્રેજીમાં - Globe Thistle
વૈજ્ઞાનિક નામ છે :- Echinops Echinatus.

ઓળખ :-

આ વનસ્પતિ નીચે ભરાવદાર કાંટાળાપર્ણથી ઘેરાયેલી હોય છે. મધ્યમાંથી ૩/૪ ફૂટની સફેદ રંગની શાખા નિકળે છે. એની ટોચ પર સફેદ અને જાંબલી રંગનું ગુચ્છેદાર ફૂલ હોય છે.
અને એ ફૂલની મધ્યમાંથી પણ ૩-૪ ઇંચના કાંટા નિકળેલા હોય છે.

ઔષધિય ગુણ અને ઉપચાર :-

૧) માથાનો દુખાવો:-
લૂથની જડ ને સૂંઠ સાથે પીસીને માથા પર લગાવવાથી ગમે તેવું માથાનું દર્દ દૂર થાય છે.

૨) આંખોના રોગો :-
ત્રણ - ચાર લૂથના કાંટાળા ફૂલોના ગુચ્છા લઇને પાણીમાં વાટી લો. પછી એ દ્રાવણને પાતળા કપડાંમાં ગાળી લો.
આના બે -બે ટીપાં સવાર સાંજ આંખમાં નાખવાથી આંખોનું ફૂલું ઠીક થાય છે અને રતાંધણાપણું પણ દૂર થાય છે.

૩) ગળાના રોગો :-
લૂથના પાંદળાને વાટીને લેપ બનાવીને ગળા પર લગાવવાથી ગળાના તમામ રોગો દૂર થાય છે.

૪) ઊધરસ (ખાંસી) :-
લૂથના પંચાંગને પીસીને ગોળ સાથે પીવાથી ગમે તેવી ઊધરસ મટે છે.

૫) શ્વાસની તકલીફમાં :-
લૂથના પાનનો રસ કાઢી એમાં સપ્રમાણ મધ ભેળવીને ચાટી જાઓ. શ્વાસની તકલીફમાં આ ખૂબ લાભદાયી નિવડે છે.

૬) તરસ :-
ગરમીમાં વારે વારે ગળું સૂકાઇ જતું હોય ત્યારે લૂથની જડનો કાળો બનાવીને પીવાથી લાભ થાય છે.

૭) મંદાગ્નિ :-
અડધી ચમચી લૂથની જડ ના ચૂર્ણ સાથે અડધી ચમચી ખારેકનું ચૂર્ણ ભેળવીને લેવાથી પાચનશક્તિ વધે છે.

૮) પિળિયો (પાંડુરોગ ) :-
૨ થી ૫ ગ્રામ લૂથની જડનું અડધી ચમચી કાળા તલ સાથે સેવન કરવાથી પાંડુરોગ ઠીક થાય છે.

૯) મધુપ્રમેહ (ડાયાબિટીસ ):-
૧ ગ્રામ લૂથની જડની છાલ + એક ગ્રામ ગોખરુ + ૧ ગ્રામ મિસરી ને નવશેકા પાણી સાથે પીવાથી ડાયાબિટીસ સામાન્ય રહે છે.

૧૦) પરસેવાની દુર્ગંધ :-
લૂથની જડને છાંયડામાં સૂકવીને પીસી લો.
ત્યાર બાદ એક ચમચી મધ સાથે ૨ ગ્રામ એ ચૂર્ણ લઇ ચાટી જાઓ... આમ કરવાથી પરસેવો ઓછો આવશે તથા પરસેવાની દુર્ગંધ નહીં આવે.

આવા તો અનેક ફાયદાઓ છે આ વનસ્પતિના...
જે આપણને જાણ ન રહેતા,આપણે એને એક કાંટાળો છોડ સમજી ઊખેડી ફેંકીયે છિયે.

બસ આમજ મોજમાં રહો...
સ્વસ્થ રહો...

જય ભોળાનાથ...
હર હર મહાદેવ..... હર...

Gujarati Blog by Kamlesh : 111680555
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now